જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

કાંટેડા પ્રા.શાળા ખાતે દિવ્યાંગ બાળકો માટેના રિસોર્સ રૂમનો શુભારંભ કરાયો…

શહેરા તાલુકાના 817 બાળકો પૈકી બોરીઆ અને મોર ઊંડારા કલસ્ટરના 68 જેટલા દિવ્યાંગ બાળકો માટે કાંટેડા પ્રા.શાળા ખાતે અધ્યક્ષસ્થાને માન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડૉ.વી.એમ.પટેલના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. તેમને જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોના ઉત્તમ શિક્ષણ, દિવ્યાંગ બાળકો માટેની પરિપત્ર થયેલી વિવિધ જોગવાઈ, શિક્ષકો સ્વયં દિવ્યાંગ બાળકોને દત્તક લે તેવી વિનંતી કરી હતી. તેમજ દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ કાળજી અને શહેરા શિક્ષણ પરિવાર દ્વારા 212 અનાથ બાળકોને પાલક માતા પિતા યોજનાનો લાભ આપવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા અનુસાર રિસોર્સ રૂમ અંતર્ગત કામગીરીમાં એકવીસ પ્રકારની દિવ્યાંગતાની ઓળખ, ફિઝિઓ થેરાપી, ટ્રાન્સપોર્ટ, એસ્કોર્ટ અને સ્ટાઈપેન્ડ, સ્પેશિયલ ખેલ મહાકુંભ, વિવિધ પ્રકારની કસરતો, બ્રેઈલ લિપિ, સાઈન લેંગ્વેજ, સાધન સહાય, સર્ટીફીકેટ કેમ્પ, પાલક માતા પિતા યોજના વગેરે બાબતો પર અસરકારક કામગીરી કરી દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બનાવવામાં આવશે. બોરીઆ અને મોર ઊંડારા કલસ્ટરના તમામ પેટા શાળાઓના આચાર્યો, તાલુકાના સી.આર.સી.કો.ઓર્ડીનેટર, આઈ.ઈ.ડી.એસ.એસ., સ્પેશિયલ એજ્યુકેટર, સમગ્ર શિક્ષા, સ્ટાફ અને શિક્ષણ પરિવાર, સ્થાનિક સત્તા મંડળના પ્રતિનિધિઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ શોભાવ્યો હતો. મહેમાનોનું શાબ્દિક સ્વાગત સુરપાલસિંહ ગોહિલના કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું શાલ, બુકે અને મોંમેન્ટથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર સંચાલન અર્જુનસિંહ બારીઆએ સફળ કર્યું હતું. રાજેશભાઈ પ્રજાપતિ, કૈલાસબેન પ્રજાપતિ તેમજ કલસ્ટર પરિવાર અને બોરીઆ સી.આર.સી.કો.ઓર્ડીનેટર સુરપાલસિંહ ગોહિલ દ્વારા સમગ્ર આયોજન, વ્યવસ્થા અને રિસોર્સ રૂમ સુશોભન તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા આઈ.ઈ.ડી.સ્ટાફના સંકલનમાં રહી સુંદર કર્યું હતું. તેમજ વૃક્ષારોપણ કર્યા બાદ આભાર વિધિ બોરીઆ પગાર કેન્દ્ર આચાર્ય આરીફ સુથારે કરી હતી. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ તમામની ઉત્તમ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.