ગાંધીનગર કલોલ તાલુકા ના સાંતેજ વિસ્તાર માં બોરીસણાં ગામની સીમમાંથી 2800 લીટર વોશ તેમજ 21 કેરબા ભરીને દેશી દારૂ ઝડપાયો , બે રીઢા બુટલેગર ફરાર
કલોલ તાલુકાના બોરીસણા ગામની સીમમાં રીઢા બુટલેગર દિનેશજી માધાજી ઠાકોર તેમજ રણજીતજી અરજણજી ઠાકોર ( બન્ને રહે . લક્ષ્મીપુરા કલોલ ) દેશી દારૂ ગાળવાની તેમજ વેચવાની પ્રવૃતિ કરવામાં આવી રહી છે . જેનાં પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ ને બાતમી મળતા અધિકારીઓ સાથે બાતમી વાળી જગ્યાએ દોડી ગઈ હતી . જે અંગે બન્ને બુટલેગરોને ગંધ આવી જતાં સ્થળ પરથી નાસી ગયા હતા . સ્થળ પરથી કંતાનથી ઢાંકેલા 14 પીપ મળી આવ્યા