ગુજરાત રાજ્યમાં સરકારની યોજનાના ભાગ રૂપે બેટરી ઓપરેટેડ વાહનો ઈ વી ચાર્જર સ્ટેશન નું ઉદઘાટન કરવામાં .
0:05/3:52
સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારની યોજનાના ભાગ રૂપે બેટરી ઓપરેટેડ વાહનો માટે સૌપ્રથમ ઈ વી ચાર્જર સ્ટેશન નું આજે ઉદઘાટન કરવામાં આવ્યું. બે નવયુવાન સાહસિકો શ્રી જૈનમ શાહ અને શ્રી ધૈર્ય શાહ તથા મીંદ્રા ગ્રીન એનર્જી એલ એલ પી પરિવાર દ્વારા આજે એક નવા જ યુગ ની શરૂઆત કરવામાં આવી. આપ સૌ આ વાત થી માહિતગાર છો જ કે દિન પ્રતિદિન પ્રદૂષણ જે ભરડો લઇ દેશ અને દુનિયા પર તેનું વર્ચસ્વ જમાવાનું ચાલુ રાખ્યું છે. ત્યારે તેમાંથી બચાવાના પ્રયાસ રૂપે એક સાહસ ના ભાગ રૂપે તથા તેને નાબૂદ કરી શકાય એ માટે ના પ્રયત્ન ના ભાગરૂપે વાહનો ને ઇલેક્ટરીસિટી થી ચલાવી શકાય તે માટે ના એક ઈ વી ચાર્જર સ્ટેશન નું “શોટ્સ” સિન્ધુભવન રોડ ખાતે ઉર્જા મંત્રી, માનનીય શ્રી સૌરભ ભાઈ પટેલ ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. માન. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે યુવા સાહસિકોને બિરદાવતા જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગ્લોબલ વોર્મિંગ થી ખૂબ ચિંતિત છે અને તે માટે તેઓ દિવસ રાત વિવિધ પગલાંઓ લઇ રહ્યા છે. તે જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ આ કાર્ય ને સફળ બનાવવા એક યા બીજા સ્વરૂપે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. મિન્દ્રા ગૃપ દ્વારા આપણા શહેર, દેશ અને દુનિયાને પ્રદુષણ માંથી બચાવવા ના પ્રયાસને માન. મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે બિરદાવ્યા હતા. મીન્દ્રા ગૃપ તરફથી માત્ર 24 કલાક ની ખૂબ જ શોર્ટ નોટિસ માં સમગ્ર ઇવેન્ટનું આયોજન અને સંચાલન કરવાની સોંપવામાં આવેલ ચેલેન્જ ને સહર્ષ સ્વીકારી અને સફળ બનાવી શક્યા તેનો અમને ખૂબ જ આનંદ અને ગૌરવ છે. સ્ટેજ, ડેકોરેશન, ફલાવર ડેકોરેશન માટેના સહયોગી મિત્રો, મીડિયા મેનેજમેન્ટ તથા અનુસાંગિક પ્રવુતિ માટે સહયોગ આપનાર મિત્રોનો અમે આભાર માનીએ છીએ.