રાજકોટ જિલ્લા માં આજે આમ આદમી પાર્ટી ની જનસંવેદના મુલાકાત યાત્રા કરવા માં આવી હતી, જેમાં કોરોના જેવી મહામારી માં મૃત્યુ પામનાર ને શ્રદ્ધાંજલિ અને તેના પરિવાર ને શાંતવાના આપવા માં આવી હતી આમ આદમી પાર્ટી ના નેતા ઈશુંદાન ગઢવી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત ના નેતા ઓ એ જિલ્લા ના ઉપલેટા ભાયાવદર ધોરાજી અને જેતપુર તાલુકા ના ગામડા ઓ ની મુલાકાત લીધી, ભાજપ ના ગાઢ એવા જેતપુર ના જેતલસર ગામ ની મુલાકત લીધી હતી અને અહીં થોડા સમય પહેલા મૃતક સગીરા ને શ્રદ્ધાંજલિ અમે તેના પરિવાર ને સાંત્વના આપી હતી સાથે કોરોના માં મૃત્યુ પામેલા ને પણ શ્રદ્ધાંજલિ આપી હતી
અહીં યોજાયેલ મુલાકાત માં 32 જેટલા લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા, દરેક જગ્યા એ ઈશુંદાન ગઢવી ને સાંભળવા માટે લોકો ઉમટી પડ્યા હતા, અહીં ઈશુંદાન ગઢવી એ સામન્ય લોકો ને સ્પર્શ કરતી રાજનીતિ કરવા ની વાત કરી હતી સાથે સાથે આમ આદમી પાર્ટી ખેડૂતો નું પુરે પૂરું હીત જોશે અને તેને લગતા તમામ પ્રશ્નો નું નિરાકરણ કરશે નું કહ્યું હતું, લોકો ના અનેક સ્થાનિક પ્રશ્નો ને લઈ ને અને કોરોના મહામારી આમ મૃત્યુ પામેલા અન્ય રીતે અકસ્માત મૃત્યુ થયેલા ને સાંત્વના આપી ને ભાજપ ના ગઢ એવા જેતપુર માં ગાબડા પાડવા નો પર્યન્ત શરૂ કર્યો છે, અહીં પત્રકારો સાથે વાત ચિત માં રાજકીય પ્રશ્નો ના જવાબ આપવા નું ટાળ્યું હતું