ચોમાસા ની શરૂઆત બાદ વરસાદ લાંબા વિરામ બાદ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં દસ્તક આપી હતી, અને હવામાન ખાતા ની પણ આગાહી ના પગલે સમગ્ર સૌરાષ્ટ્ર માં મેઘરાજા એ મેઘમહેર કરી હતી, જેમાં રાજકોટ જિલ્લા માં પણ મેઘરાજા મન મૂકી ને વરસ્યા હતા જેમાં જેતપુર ધોરાજી ઉપલેટા સહિતના તાલુકા માં વરસેલા વરસાદ ને લઈને તમામ જળાશયો અને ડેમ માં નવા નીર ની આવક થવા પામી હતી, ઉપલેટા ની વાત કરીયે તો ઉપલેટા અને આસપાસ ના 12 ગામો ને પીવા નું અને ખેતી ના પિયત નું પાણી પૂરું પડતા ઉપલેટા ના મોજ ડેમ માં નવા નીર ની આવક થઇ છે, ઉપલેટા અને આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર માં બે દિવસ માં અનરાધાર 5 થી લઈ ને 10 ઇંચ જેટ્લો વરસાદ વરસી પડ્યો હતો, જેને લઈ ને મોજ ડેમ માં નવું 5 ફૂટ જેટલું પાણી આવ્યું હતું દિવસ દરમિયાન અને રાત્રી ના પડેલ વરસાદના પગલે ડેમ ની સપાટી માં 11 ફૂટ થી વધારે નો વધારો નોંધાયો હતો અને અંદાજિત 780 MCFT પાણી નો નવો જથ્થો વધ્યો હતો. મોજ ડેમ માંથી ઉપલેટા અને ભાયાવદર સહિત ની જુથ્થ યોજના નીચે આવતા 12 ગામો ને પીવાના પાણી પુરા પાડવા માં આવે છે અને સાથે સાથે આ ગામ ના ખેતરો ને પણ પિયત માટે પાણી આપવામાં આવે છે, ડેમ માં આવેલ નવા નીર ને લઈને આવતા વર્ષે પીવા ના પાણી ની કોઈ સમસ્યા નહિ રહે તે ચોક્કસ છે