જેતપુર નવાગઢ નગરપાલિકા ના મહિલા સદસ્ય દ્વારા નગરપાલિકા ના ચીફ ઓફિસર ને આજે એક આવદેન આપેલ હતું જેમાં નગરપાલિકા માં બનતા CC રોડ માટે જે મટીરીયલ વાપરવા માં આવે છે તે પ્લાન્ટ માં ધૂળ સહીત ના નબળા માલ નો વપરાશ થાય છે નો આક્ષેપ કરેલ હતો અને આ પ્લાન્ટ અને કોન્ટ્રેકર સામે પગલાં લેવા ની માંગ કરી હતી, ગઈ કાલે બનેલ ઘટના મુજબ જેતપુર નવાગઢ નગરપાલિકા ના મહિલા સદસ્ય શારદાબેન વેગડા એ જેતપુર ના ચાંપરાજપુર રોડ ઉપર આવેલ CC રોડ બનાવવાના મિક્સર પ્લાન્ટ ઉપર જઈ ને તપાસ કરી હતી, જેમાં મહિલા સદસ્ય દ્વારા CC રોડ બનાવવા ના મટિરિયલ માં ધૂળ અને નબળા મટીરીયલ નો ઉપયોગ થતો હોવા નો આક્ષેપ કર્યો હતો અને આ બાબત ની તપાસ કરવા ની મેગ કરી હતી, જેને લઇ ને નગરપાલિકા ના બાંધકામ શાખા ના ઈજનેર પ્લાન્ટ ઉપર દોડી આવી ને કાર્યવાહી કરી હતી, ગઈ કાલ ની સમગ્ર ઘટના ના પગલે મહિલા સદસ્ય એ આજે જેતપુર નગરપાલિકા ના ચીફ ઓફિસર ને કાયદેસર ની કાર્યવાહી કરવા માટે ની માંગ સાથે આવેદન આપેલ હતું, જયારે ચીફ ઓફિસર ન હોય તેવો એ હેડ ક્લાર્ક ને આવેદન આપ્યું હતું