જેતપુર ના તીનબત્તી ચોક માં આજે જેતપુર વિકાસ સમિતિ દ્વારા જેતપુર નગરપાલિકા દ્વારા નાખવા માં આવેલ ભૂગર્વ ગટર ના ટેક્સ નો વિરોધ કરવા માં આવ્યો હતો , જેતપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે 1000 હજાર ટેક્સ અને ભૂગર્વ ગટર કનેકશન ચાર્જ 1200 કુલ 2200 રૂપિયા ટેક્સ લગાવવા માં આવ્યો છે જે ટેક્સ તોતિંગ હોય જેતપુર વિકાસ સમિતિ દ્વારા આ ટેક્સ નો વિરોધ કરવા માં આવ્યો હતો અને ટેક્સ ની રકમ રદ કરવા ની માગણી કરી હતી આ બાબતે રીક્ષા દ્વારા દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરવામાં આવશે નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો પાલિકાના ટેક્સ નિર્ણય વિરુદ્ધ આવેદન પત્ર સહી કરાવવાનું અભિયાન પણ શરૂ કરવા માં આવ્યું હતું