જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

જેતપુર : પૌરાણિક શિવ મંદિર અને તેના ઇતિહાસનું મહત્વ……

0:00/9:45

Description

શ્રાવણ મહિનો એટલે શિવ ની ભક્તિ નો મહિમા, આદિભાગવાન શિવ નું હિન્દૂ ધર્મ માં ખુબજ મહત્વ છે અને આ આદિભાગવાન શિવ ના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્ર માં આવ્યા છે આવાજ એક પૌરાણિક શિવ મંદિર જેતપુર ની પાસે કેરાળેશ્વર મહાદેવ આવેલ છે શું છે આ મંદિર ની કથા શું છે તેનું મહત્વ જોઈ એ સૌરાષ્ટ્ર ની ભૂમિ એટલે સાધુ સંત અને શ્રદ્ધા ની ભૂમિ આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે અનેક મંદિરો સાથે ભગવાન કૃષ્ણ અને શિવજી નો મહિમા જોડાયેલ છે અને તેનો ઇતિહાસ પુરાણો સાથે જોડાયેલ છે, જેતપુર થી 6 કિલોમીટર દૂર આવુ જ એક 7 હજાર વર્ષ પુરાણું અને મહાભારત ની કથા સાથે જોડાયેલ શિવ મંદિર આવેલ, પુરાણો અને લોકવાયકા મુજબ આ શિવ મંદિર પાંડવો દ્વારા નિર્મિત કરવાં આવ્યું હોવાની કથા છે સાથે ની લોક વાયકા સાથે જોડાયેલ એવા અને જેતપુર શહેર ના જેને ઇષ્ટ દેવ માનવ માં આવે છે કેરાળેશ્વર મહાદેવ મંદિર નો ઇતિહાસ અને માહાત્મીય કેરાળેશ્વર મહાદેવ મંદિર એ રાજકોટ જિલ્લા ના જેતપુર થી 6 કિલોમીટર દૂર આવેલ એક રમણીય સ્થળ છે, મંદિર એ ભાદર નદી ના કાંઠે વસેલ છે, અને 80 એકર જેટલી જગ્યા માં ફેલાયેલ છે, મંદિર નો ઇતિહાસ જોવા જઈ એ તો આ મંદિર અતિ પ્રાચીન છે, આ જગ્યા એ પહેલા કેળ નું વન હતું અને શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા, લોકવાયકા મુજબ કેરાળેશ્વર મહાદેવ મંદિર નો 7 હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે, લોકવાયકા મુજબ પાંડવો એ પોતાનો અજ્ઞાત વાસ નો થોડો સમય અહીં વસવાટ કરેલ હતો અને તે દરમિયાન જ અહીં મંદિર ની સ્થપાના કરેલ હતી, અને કાળ ક્રમે તે લુપ્ત થયેલ હતું, લોક વાયકા મુજબ પાંડવો અહીં રહેલા હતા અને ભીમ ના લગ્ન જયારે હિડિમ્બા સાથે થયા ત્યારે ભીમ ની જાન પણ અહીં થી જ માખીયાળા ના ડુંગર અને હાલ જે ઓસમ પર્વત કહેવાય છે તેની ઉપર ગઈ હતી, પાંડવો એ અહીં પોતાના વસવાટ દરમિયાન મહાદેવ ને પ્રસન્ન કરવા માટે તેવો એ મહારુદ્ર યજ્ઞ કરેલ હતો, જેની રાખ હજુ પણ આસ પાસ ના પરિસર માંથી નીકળે છે અને તેમાં હજુ પણ ઘી ની સુગંધ આવે છે મંદિર ની ઉત્પત્તિ કેમ થઇ તેનો પણ ઇતિહાસ છે વર્ષો પહેલા અહીં કેરાળી નામનું ગામ હતું અને અહીંયા પટેલો ખેડૂત ની વસ્તી હતી ત્યારે આ ગામ ની વઘાસીયા પટેલ ની દીકરી રોજ આ શિવલિંગ ની પૂજા કરવા માટે આવતી અને તે જયારે અહીં પૂજા કરવા આવે ત્યારે સામે કાંઠે જવા અને આવા માટે નદી રસ્તો કરી આપતી હતી, આ વઘાસીયા ની દીકરી દેવ થતા તેની સમાધિ પણ હાલ આ જગ્યા એ હયાત છે અને અને તે સતી માં તરીકે પૂજાય છે, પૌરણો માં ઉલ્લેખ મુજબ અને લોકવાયકા મુજબ પાંડવો જયારે અહીં વસવાટ કરતા ત્યારે અહીં કમળ નું સુંદર ઉપવન હતું, અને તેના ઉપર થી આ જગ્યા નું નામ પ્રથમ કમલેશ્વર હતું અહીં આ મંદિર કાળ ક્રમે લુપ્ત થયેલ અને આ જગ્યા ઉપર કેળ ના વન બની ગયેલ હતું, અને અપભ્રંશ થતા કાળ ક્રમે કેરાળેશ્વર નામ થઇ ગયુ, જયારે ઉત્પત્તિ ની વાત કરીયે તો જયારે કોઈ ગોવાળ અહીં પોતાની ગાયો ચરાવવા અહીં આ કેળ ના વન માં આવતો ત્યારે એક ગાય રોજ એક ચોક્કસ જગ્યા એ જાય અને ત્યાં તેના આચળ માંથી દૂધ ની ધારાવાહી વહેવા લાગે જયારે ગામ લોકો એ આ બાબતે જાણ થઇ તપાસ કરી તો ત્યાં એક શિવ લિંગ મળી આવી અને તે આજ નું કેરાળેશ્વર મહાદેવ મંદિર જ્યોતિષો માટે પણ આ જગ્યા અતિ મહત્વ નહીં છે, જ્યોતિષી ઓ અહીં ગ્રહ પીડા દૂર કરવા માટે લોકો ને વિધિ કરવા માટે જણાવે છે, અહીં બ્રાહ્મણો પણ વિવિધ વિધિ વિધાનો ની પૂજા અને વિધિ કરે છે અને એવું માનવ માં આવે છે કે અહીં કરવા માં આવેલ વિધિ અને વિધાન નું સંપૂર્ણ ફળ કરનાર ને મળે છે, કેરાળેશ્વર મહાદેવ ને જેતપુર શહેર ના ઇષ્ટ દેવ માનવ માં આવે છે, આ મંદિર ઉપર લોકો ને અપાર શ્રદ્ધા છે, જયારે જયારે કેરાળેશ્વર મહાદેવ ના ભકતો ઉપર કોઈ આપદા આવે ત્યારે કેરાળેશ્વર મહાદેવ તેના ભક્તો ના દુઃખ અવસ્ય દૂર કરે છે, ત્યારે આ મંદિર ના મહંત દ્વારા આ કોરોના રૂપી મહામારી ને આપણા દેશ અને સમગ્ર વિશ્વ માંથી આ કોરોના રૂપી મહામારી ભગવાન કેરાળેશ્વર મહાદેવ દૂર કરે અને આપણે બધા આ કોરોના ની મહામારી દૂર થાય તેવી આપણે સૌ મહાદેવ ને પ્રાર્થના કરી હાલ તો કોરોના ની મહામારી ને લઈ ને શિવભક્તો ને મંદિર મા ભીડ ન થાય અને સોસ્યલ ડિસ્ટશન જળવાઈ રહે તે માટે ભક્તો ને શ્રાવણ માહ નિમિતે સોશ્યલ ડિસ્ટર્સન સાથે ફક્ત આરતી મા આવવા ની મંદિર ના મહંત દ્વવારા વ્યવસ્થા ફરવામાં આવી છે અને ધાર્મિક કાર્યકમો જેવાકે રૂદ્ર અભિષેક. દર સોમવારે મહાપુજા. તેમજ મહાઆરતી ભોજન. તેમજ ભક્તો ને મંદિર ના ગર્ભ ગૃહ મા પૂજા પાઠ કરવાની મનાઈ કરવામાં આવી છે અને ભક્તો ને શિવાલય મા દૂધ ચડાવવા માટે ખાસ વ્યવસ્થા મંદિર તરફથી ગોઠવવામાં આવી છે ભક્તો ને મંદિર મા પ્રવેશતા પહેલા સેનિટાઇઝર લગાડવામાં આવે છે અને માસ્ક પહેરવાનું અને સોસ્યલ ડિસ્ટશન જાળવવાનું ખાસ ધ્યાન રાખવા મા આવે છે આવી મહામારી માં અને શિવ ના ખાસ પ્રિય એવા શ્રાવણ મહિના માં તમામ ભક્તો ને શુભેચ્છાઓ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.