જેતપુર મા કેનાલ કાંઠે આવેલ જીઠુડી દાદા નો અનેરો મહિમા છે અતિ પૌરાણિક કહેવાતું આ હનુમાનજી નું મંદિર જેતપુર તેમજ આજુબાજુ નાં ગ્રામ જનોમાં જીઠુડી દાદા ઉપર અપાર શ્રદ્ધા છે આ મંદિર મા રામ લક્ષમણ અને શિવજી નું પણ મંદિર આવેલ છે મંદિર નાં મહન્ત રામદયાળ બાપુ અહીં પચાસ વર્ષ થી સેવપુજા કરેછે મહંત નાં જણાવીયા અનુસાર દાદા અહીંયા સ્વયંભુ પ્રગટ થયા છે અને દાદા અહીં બધા ની મનોકામના પુરી કરેછે અહીં મહંત રામ દયાળ બાપુ દ્વવારા 100 જેટલા સાધુ નો નિર્વાહ કરેછે અહીં મહંત દ્વવારા મંદિર ની બાજુમા જાનકી ગોસાળા બનાવવમાં આવેલ છે જેમાં મહંત દ્વવારા ગાય માતા ને સાચવવા મા આવેછે મહંત રામ દયાળ બાપુ ને ભગવાન ભોળાનાથ ઉપર અપાર શ્રદ્ધા હોઈ મહંત દ્વવારા છેલ્લા પચાસ વર્ષ થી અહીં શ્રાવણ માસ દરમિયાન જેવી રીતે ઉજૈન મા મહારૂદ્ર અભિષેક થાય છે તેવી રીતે અહીં શ્રાવણ માસ દરમ્યાન આખો મહિનો સવારે અભિષેક કરવામાં આવે છે જેમાં વૈદીક સુત્રોચાર સાથે આ પૂજા કરવામાં આવે છે જેમાં હોટલ કૃપાલી વાળા મહાવીર સિંહ ચુડાસમા દ્વવારા ઘણા વરસો થી આ મહાલઘુરૂદ્ર અભિષેક નો શ્રાવણ માસ નો આખો મહિનો લાભ લેછે શિવ ની ઉપાસના મનુષ્ય માટે કલ્પવૃક્ષ ને પ્રાપ્તિ સમાન છે ભગવાન શિવજી પાસે મહા મૃત્યુંજય જાપ કરવાથી શિવ પ્રશન થાય છે માત્ર મનુષ્ય કે દાનવ નહીં તમામ જીવનો ઈશ્વર મહાદેવ છે કહેવાય છે કે મહાદેવ પોતાની પાસે ક્સુ રાખતા નથી બધુજ પોતાના ભક્તો ને આપી દેછે આ શિવ ની આરાધના કરવાથી આરોગ્ય લક્ષી સાંતી મળેછે તેવું મહંત રામાદયાળ બાપુ નું કહેવું છે.