જેતપુર નગરપાલિકા દ્વારા બનતા CC રોડ માં નીચી ગુણવત્તા નું મટીરીયલ વાપરવા ના આક્ષેપ સાથે નગરપાલિકા ના મહિલા સદસ્ય એ CC રોડ ના મટીરીયલ મિક્સિંગ પ્લાન્ટ ઉપર તપાસ કરી હતી અને અનેક આક્ષેપો કર્યા હતા આજે સવારે જેતપુર નગરપાલિકા ના કોંગ્રેસ ના મહિલા સદસ્ય શારદાબેન વેગડા એ જેતપુર ના ચાંપરાજ પુર પાસે આવેલ CC રોડ બનાવવા માટે જે મટીરીયલ મિક્ષીગ પ્લાન્ટ હોય ત્યાં જઈ ને તપાસ કરી હતી, વહેલી સવારે પ્લાન્ટ શરૂ થાય તે પહેલાજ મહિલા સદસ્ય પ્લાન્ટ ઉપર ઘસી આવ્યા હતા અને પ્લાન્ટ માં વપરાતી સિમેન્ટ રેતી કપચી વગેરે ની જાત તપાસ કરી હતી, જેમાં તેવો ને મોટા પ્રમાણ માં ભેળસેળ થતી હોવા નો આક્ષેપ કર્યો હતો, તેવો એ પ્લાન્ટ ઉપર પ્રિ મિક્ષ કરેલ રેતી સિમેન્ટ કપચી ને હાથ માં લઇ ને તપાસ કરી હતી સાથે સાથે આ પ્રિ મિક્ષ મટીરીયલ ને પાણી માં નાખી ને અંદર ધૂળ નું પ્રમાણ હોવા નું દેખાડ્યું હતું, અને પ્લાન્ટ માં બનતા અને રોડ બનવવા માં વપરાતા મટીરીયલ માં મોટા પ્રમાણ માં ગેરરીતિ અને ભેળ સેળ થતી હોવા ના આક્ષેપો કર્યા હતા સાથે સાથે નગરપાલીકા દ્વારા શહેર માં જે રોડ બનાવવા માં આવે છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોવા નો આક્ષેપ કર્યા હતા અને એક જ વિસ્તાર માં એક જ રોડ અનેક વખત ફરી ફરી વખત બનાવવા માં આવે છે ના આક્ષેપો કર્યા હતા વહેલી સવારે નગરપાલિકા ના CC રોડ મિક્ષીગ પ્લાન્ટ ઉપર ઘસી આવેલ મહિલા સદસ્ય ના પ્લાન્ટ માં ચાલતી ગેરરીતિ ના આક્ષેપો ના પગલે નગરપાલિકા ના બાંધકામ વિભાગ ના ઈજનેર પ્લાન્ટ ઉપર આવી પોહોંચ્યાં હતા અને સમગ્ર પ્લાન્ટ ની તપાસ કરી હતી સાથે અહીં બનતા અને શહેર માં રોડ બનાવવા માં કામ માં લેવાતા સિમેન્ટ રેતી કપચી અને પ્રિ મિક્ષ મટીરીયલ ના સેપલ લઈ ને લેબોરેટરી માં મોકલી ને તપાસ કરવા માં આવશે તેવું જણાવાયું હતું અને વધુ તપાસ કરી ને કાર્યવાહી કરવા માં આવશે તેવું જણાવ્યું હતું જેતપુર નગરરપાલિક સામે રોડ રસ્તા માં થતાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો થાત રહે છે ત્યારે સરકાર અને નગરપાલિક ના સત્તાધીશો એ પ્રજા ના હિત માં કામ કરે તે જરૂરી છેSHOW LESS