દાહોદ.. ફતેપુરા ખાતે ભીલપ્રદેશ મુક્તિ મોરચા દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું, આજે સરકાર દ્વારા ડીજીટલ ઇન્ડિયા ની વાત કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આદિવાસી વિસ્તારમાં ધરાવતા જીલ્લા ઓ માં અલગ રાજ્ય ભીલ પ્રદેશ ની માંગણી પ્રબળ બની રહી છે એનાં અનુસંધાન મા દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ના પ્રમુખ શ્રી મેહુલભાઈ તાવિયાડ તથા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ના આગેવાનો દ્વારા ફતેપુરા ના મામલતદાર કચેરી ખાતે આવિ ને મામલતદાર શ્રી મારફતે ગુજરાત રાજ્ય ના રાજય પાલ શ્રી તથા દેશ ના રાષ્ટ્રપતિ શ્રી ને સંદેશો પોહચે એ માટે આવેદન પત્ર આપ્યું હતુ . ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ના પ્રમુખ દ્વારા જણાવાયું હતું કે આદિવાસી ઓ ને અન્યાય થાય છે તેમને જંગલમાં માથી ખદેડી મુક્યા છે તેમના હક્ક ની જમીન પડાવી લીધી છે બંધારણ ની અનુસુચી નૂ પાલન નથી કરવામાં આવતું જેથી અલગ ભીલ પ્રદેશ નો દરજ્જો આપવામાં આવે એ વિ માંગણી ઉઠી છે.સુનીલ મછાર ફતેપુરા દાહોદ