દાહોદ ફતેપુરા તાલુકાના સુખસર ના આસપુર ચોકડી પાસે આદિવાસીના ગુરુ ગોવિદ ની પ્રતિમા ને ફુલ હાર ચડાવી ને આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગામે આદિવાસી ના ગુરુ ગોવિંદા ગુરુ ગોવિંદ ની પ્રતિમા પાસે માજી તાલુકા સભ્ય કટારા રમેશભાઈ તેરસીંગભાઈ તથા સરપંચ કટારા નરેશભાઈ તેરસીંગભાઈ અને સમાજના આગેવાનો દ્વારા ગુરુ ગોવિંદની પ્રતિમાને ફૂલહાર ચડાવી ને વિશ્વ આદિવાસી દિવસ ને ઉજવણીને શરૂઆત કરવામાં આવી હતી.