જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ ડેમ ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ અને ગુણોત્સવ અંતર્ગત કાયૅક્રમ યોજાયો

સ્કૂલ ઓફ એક્સલન્સ અને ગુણોત્સવ – 2.O અંતર્ગત શહેરા તાલુકાના હેડ ટીચરનો માર્ગદર્શન સેમિનાર પાનમ ડેમ ડેઝર મહાદેવ મંદિર ખાતે યોજાયો…

સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓને વધુ સક્ષમ બનાવવા માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારના આયોજન અને અધ્યક્ષતા હેઠળ 70 હેડ ટીચરોનો સ્કૂલ ઓફ એક્સલન્સ અને ગુણોત્સવ – 2.O ના પરિણામ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર પાનમ ડેમ ડેઝર મહાદેવ મંદિર ખાતે યોજાયો. જેમાં સ્કૂલ ઈન્સ્પેકટર મહિપાલસિંહ રાઠોડે ગુણોત્સવ – 2.O ના પરિણામના ચાર મુખ્ય ક્ષેત્રો અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા, શાળા, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસાધનો અને તેનો ઉપયોગ વિશે વગેરેના પેટા ક્ષેત્રોની વિસ્તૃત માહિતી આપી હતી. દિપક પંચાલે Microsoft Teams App & G-SHALA App અને અન્ય ટેક્નિકલ બાબતોનો શાળા કક્ષાએ વધુ ઉપયોગ કરી બાળકોને ટેકનોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ તરફ લઈ જવા આહવાન કર્યું હતું. એલેક્ષ પટેલે School Management અંતર્ગત શાળાને બધું મજબૂત, સફળ અને સુંદર બનાવવા શાળા કક્ષાએ શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ વિવિધ વિભાગની કામગીરીનું ચોક્કસ આયોજન કરવું ખૂબ જરૂરી છે. તેમજ શાળા વિકાસ પ્લાન મુજબ ત્રણ વર્ષનું આયોજન કરી તેનો નિયમિત પ્રોગ્રેસ કરવો અને તેની સમીક્ષા સમયાંતરે કરવા જણાવ્યું હતું. મુકેશપુરી ગોસ્વામીએ એકમ કસોટી અને સત્રાંત કસોટી વિશે, વિજય પટેલે પર્યાવરણ પ્રયોગશાળા અને સી.આર.સી.ભુપેન્દ્રસિંહ સોલંકી અને નટવરસિંહ ચૌહાણે એકાઉન્ટ અને શાળા કક્ષાએ નિભાવવાના હિસાબોનું માર્ગદર્શન આપ્યું હતું.

ડૉ.કલ્પેશ આર.પરમારે સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત જણાવ્યું હતું કે, શાળા પુસ્તકાલય, ભાષા કોર્નર, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન, ઈન્સપાયર માનાંક એવોર્ડ, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા, NMMS પરીક્ષા, PSE પરીક્ષા, શાળા સલામતી અને સ્વચ્છતા, ફાયર સેફટી NOC, શિષ્યવૃત્તિ, ગણવેશ દરખાસ્ત, ડીઝીટલ શાળાકીય દફતર, જ્ઞાનકૂંજ પ્રોજેકટ ઉપયોગ, કોમ્પ્યુટર લેબ ઉપયોગ, આદર્શ પાઠ આયોજન અને અમલવારી વગેરે બાબતોનું માર્ગદર્શન આપી શાળા કક્ષાએ તેની ભવ્ય સફળતા મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સેમિનાર દરમિયાન ટેલીફોનિક સંદેશા મારફતે માન. જિલ્લા શિક્ષણાધિકારી ભાનુભાઈ એસ.પંચાલ સાહેબે શહેરા તાલુકા માટે સ્કૂલ ઓફ એક્સેલન્સ માર્ગદર્શન સેમિનાર એક સફળ પ્રયોગ કહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. સેમિનારમાં સમગ્ર શિક્ષાના જયપાલસિંહ બારીઆ, ગોવિંદ મહેરા, બાબુભાઈ વણઝારા, મહેશભાઈ વણઝારા, પરેશપુરી ગોસ્વામી, બીટ કેળવણી નિરીક્ષક સરદારભાઈ વણઝારા, સુરેશભાઈ પટેલ, પ્રવિણસિંહ રાઠોડ, મોર ઉંડારા કલસ્ટરના આચાર્યો, મદદનીશ શિક્ષકો તેમજ શહેરા તાલુકાના તમામ HTAT શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. એન્કરિંગ અહેમદભાઈ પટેલે કર્યું હતું. સમગ્ર સંચાલન સી.આર.સી.મહેશભાઈ પરમાર, સુરપાલસિંહ ગોહિલ અને મોર ઉંડારા કલસ્ટર પરિવાર દ્વારા સફળ કરવામાં આવ્યું હતું. HTAT દ્વારા તાલુકાની શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે કરવામાં આવતા વિશિષ્ટ પ્રયત્નો તેમજ તજજ્ઞો, ડેઝર મહાદેવ મંદિર પૂજારી, ટ્રસ્ટી મંડળ, ભોજન સમિતિ, વ્યવસ્થા સમિતિ, મંડપ ડેકોરેશન અને અન્ય સહકાર આપનાર સૌને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની તમામ પ્રકારની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.