જુલાઇ 05, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

પંચમહાલ : શહેરા તાલુકામાં શિક્ષણ પરિવાર દ્વારા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી…..

શહેરા તાલુકામાં શહેરા શિક્ષણ પરિવાર દ્વારા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો ઉજવણી સમારોહ ભદ્રાલા પ્રા.શાળા ખાતે માનનીય ધારાસભ્યશ્રી વિધાનસભા શહેરા – 124 મત વિસ્તાર શ્રીજેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં મુખ્ય મહેમાન નાંદરવા જિલ્લા પંચાયત સદસ્ય દિલીપસિંહ સોલંકી, અતિથિ વિશેષ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ, પાર્ટી મહામંત્રી જીજ્ઞેશભાઈ પાઠક, તાલુકા પંચાયત સદસ્ય બીજલભાઈ બારીઆ, સરપંચ નરવતસિંહ પગી, સ્થાનિક અગ્રણી રૂપસિંહ પરમાર, બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, બીટ કેળવણી નિરીક્ષક નાંદરવા સરદારભાઈ વણઝારા, ટી.આર.પી.બાબુભાઈ પટેલ, સી.આર.સી.કો.ઓર્ડીનેટર ગોવિંદ મહેરા, જયપાલસિંહ બારીઆ, શ્રવણ લબાના, મહેશ પરમાર, મતીન માવલી, સુરપાલસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં શોભા વધારી હતી. તેમજ શહેરા તાલુકામાં 29 શાળાઓમાં 65 જેટલા વર્ગોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, 6 શાળાઓમાં 29 ઓરડા અને મોડલ સ્કૂલ કાંકરી ખાતે ICT લેબનું અનાવરણ વિવિધ શાળાઓમાં જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, સ્થાનિક સત્તા મંડળના સભ્યો, ગ્રામજનો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો હતો. તમામ શાળાઓમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, સ્વાગત ગીત, મુખ્ય મહેમાનોનું સ્વાગત, શાલ બુકેથી સન્માન અને ત્યારબાદ મહાનુભાવોનું ઉદ્દબોધન, આશીર્વાદ મેળવ્યા પછી જ્ઞાનશક્તિ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાએથી જીવંત પ્રસારણમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ઉદ્દબોધન અને જીવંત અનાવરણ સૌએ નિહાળ્યું હતું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ પરમારે તમામ શિક્ષણ પરિવાર, સમગ્ર શિક્ષા, પત્રકાર મિત્રો, મંડપ ડેકોરેશન ટીમ, એન્કરીંગ ટીમ અને સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર તાલુકામાં જ્ઞાનશક્તિ કાર્યક્રમ દરમિયાન કોવિડ – 19 અને શિક્ષણ વિભાગની SOP ની તમામ પ્રકારની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.