NEET ની પરીક્ષા આખરે 13 સપ્ટેમ્બરે યોજાઈ જેનું પરિણામ જાહેર થયું .રાષ્ટ્રીય સ્તરે લેવાયેલી આ પરીક્ષામાં હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ બાજી મારતા થયા છે. જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અને NEETની પરીક્ષા આપનાર મોહમદ ફૈઝાન, કે જે અમદાવાદના મિર્જાપુર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો અને અમદાવાદના રાયખડનો રહેવાસી છે તેણે પોતાના રીક્ષાચાલક પિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે.
