જૂન 30, 2022
11 11 11 AM
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં…
અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો…
સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય….
સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે..
પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર…..
જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન….
કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી….
અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી…
સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ.
દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..
Latest Post
પંચમહાલ : ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે 2021 અંતર્ગત શહેરા તાલુકાની શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવામાં… અરવલ્લી : ભિલોડા શહેરના મઉ ત્રણ રસ્તા ખાતે પોલીસ કર્મીઓને ગ્રેડ પે ના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યો… સુરત : રાષ્ટ્રીય એકતાદિન ઉજવણીના ભાગરૂપે યોજાયેલી બાઈક રેલીનું સુરત પોલીસ કમિશનર દ્વારા ભવ્ય…. સુરત : ૩૦મી સુરતમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અંડર-૧૭ ભાઈઓ અને બહેનો માટે હાઈટ-હન્ટ યોજાશે.. પંચમહાલ : મોરવાહડપ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને પોલીસ કર્મચારીઓના હિત માટે આવેદન પત્ર….. જેતપુર : જેતપુર એ.પી.એમ.સી માર્કેટ માં પાક નું નુકશાન…. કડાણા : તાલુકાના કેળામુળ ગામે વરસાદને અભાવે તળાવમાં પાણી ન હોવાથી તળાવમાં પાણી ભરવાની માંગ ઉઠી…. અરવલ્લી : ભિલોડા પોલીસ બન્યો બુટલેગર,અરવલ્લી પોલીસની કાર્યવાહી… સુરત : વીર નર્મદ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવા છાત્ર યુવા સંઘર્ષ ની માગ. દાહોદ : ફતેપુરા તાલુકાના ઝેર ગામે ધારાસભ્ય દ્વારા નલ સે જલ યોજના ખાતમુરત કરવામાં આવી…..

ફતેપુરા તાલુકાના સરકારી અનાજ ની દુનાકોમા વ્યાપકપણે ભ્રષ્ટાચાર હોવાની ફરીયાદો……

ફતેપુરા આદિવાસી ટાઈગર સેનાએ સરકારી સસ્તા અનાજની દુકાનોના ભ્રષ્ટાચાર બાબતે કલેકટર શ્રી દાહોદ ની મુલાકાત લઈ રજૂઆત અને ફરિયાદ કરી. 4 વખત મામલતદાર શ્રી ફતેપુરા તથા કલેકટર, જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા સચિવ ને લેખીત ફરિયાદ અને અનેક વખત રુબરુ રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં આવતા આજે કલેકટર શ્રી દાહોદ ને રુબરુ મળી ફરિયાદ કરી હતી.

ફતેપુરા તાલુકા ઉપરાંત આખા દાહોદ જિલ્લામાં સરકારી દુકાનોના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ના મેળાપીપણાથી ચાલતા ભ્રષ્ટાચાર થી ગરીબ આદિવાસી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા નિયત રાશન નો જથ્થો આપવામાં આવે છે એમાં 2 થી 5 કિલોગ્રામ જેટલો જથ્થો ઓછો આપવામાં આવે છે અને આખા તાલુકામાં એક પણ દુકાન સંચાલક આપેલા રાશન ના જથ્થાની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ ક્યારેય આપતા નથી. જે રિસિપ્ટ માંગે છે એને ધમકી આપવામાં આવે છે. કેટલાક દુકાનદારોએ ગ્રાહકોને એમ કહે છે કે તમારાથી થાય તે કરી લો અમે ઓછો જથ્થો જ આપીશું. છેક સરકાર સુધી અમે હપ્તો આપીએ છીએ. કોરોના કાળમાં પૂરતી રોજગારી પણ ઉપલબ્ધ નથી ત્યારે જીવન નિર્વાહ માટે સરકાર દ્વારા આપવામાં આવતા રાશન જ એક આધાર છે. પરંતુ સરકારની આ ઉમદા ભાવના પર દુકાનોના સંચાલકો અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ ના પાપે પાણી ફરી વળ્યું છે. ગરીબ આદિવાસીઓના હાથનો કોળીઓ ઝૂંટવી ખાનાર આ સંચાલકો અને ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ આ પાપ ક્યાં ભોગવશે એ સવાલ છે.

આજે દાહોદ કલેકટર શ્રી ને મળી આદિવાસી ટાઈગર સેના ના મધ્ય ગુજરાત ના પ્રમુખ શિરીષ બામણીયા, આદિવાસી ટાઈગર સેના ફતેપુરા ના પ્રમુખ મેહુલ તાવિયાડ અને અન્ય સામાજીક કાર્યકરોએ આ બાબતે રજૂઆત કરી ગરીબ આદિવાસી પ્રજાને સરકારી ધારાધોરણ મુજબ રાશન મળે અને એની કોમ્પ્યુટરાઇઝ રિસિપ્ટ આપે તેમ કરવા આદેશ કરવા જણાવ્યું હતું. કલેકટર શ્રી એ તપાસ ટીમોની રચના કરી છે અને એનો રિપોર્ટ આવે એટલે તરત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી ખાતરી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.