અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા બંસરી એપાર્ટમેન્ટ ના સ્થાનિક રહીશો દ્વારા બિલ્ડર દ્વારા બનાવેલ સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો અને બિલ્ડર વિરૂધ્ધ આક્ષેપો કર્યા……
અમારી સોસાયટીમાં કોઈપણ પ્રકારની સુવિધા આજ દિન સુધી આપવામાં આવી નથી જેવીકે……
1) સી.સી.ટીવી કેમેરા 2) કોમન પ્લોટ 3) સિક્યુરિટી ગાર્ડ 4) ફાયર સેફટી જેવા પ્રશ્નો હાલ પણ ઊભાં જ છે
બંસરી અપાર્ટમેન્ટ ના બિલ્ડર દ્વારા કોમન પ્લોટમાં પ્લાન માં બતાવેલ પ્રમાણે કોમન પ્લોટ સોસાયટીના ફાળવેલ નહીં અને તે કોમન પ્લોટ ની જગ્યા માં ગેરકાયદેસર રીતે બાંધકામ શરૂ કરી બંસરી અપાર્ટમેન્ટ ની પ્રજા ને દુભાય તેવા કાર્યો આચર્યા છે
આ બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરને કોઈપણ પ્રકારની કોઈ બિક નથી અને બિલ્ડર અને તેના મળતિયાઓ રાજકારણ સાથે સંકળાયેલા હોવાથી તંત્રની સાથે સાંઠગાંઠ કરી કોઈ સુવિધા વગરની મસમોટી ઇમારતો બનાવી પ્રજાને ડફોળ બનાવે છે
રાજકારણ સાથે સંકળાયેલા હોવાથી શું પ્રશાસન સાથે મળી પ્રજાની લાગણીઓ સાથે ચેડા કરે છે કે પછી બિલ્ડર પ્રશાસનના નામ ઉપર પોતાની રોટલી શેકે છે
જો પ્રશાસનની બિલ્ડર સાથે કોઈ સાંઠ ગાંઠ ના હોય તો તેવા બિલ્ડર સામે કેમ કોઈ એક્શન લેતા નથી