ગઈ તારીખ 14 6 2021 ના રોજ રાત્રી પેટ્રોલિંગ મા મિરઝાપુર મા નીકળ્યા તે સમય દરમિયાન દરેક હોટેલ અને દુકાન સરકારશ્રીની ગાઈડ લાઈન દ્વારા સરકાર શ્રી દ્વારા આપેલ પરી પત્ર મુજબ દાવત ફ્રાય નામની રેસ્ટોરન્ટ ચાલી રહેલ હોય તે સમય દરમિયાન શાહપુર વિસ્તાર ના પોલીસ અધિકારી રેસ્ટોરન્ટ ના સ્થળે આવી બળજબરી પૂર્વક રેસ્ટોરન્ટ બંધ કરાવવા લાગેલ અને સરકાર શ્રી ના પરિપત્ર ની વીલોચના કરી દુકાનદાર સામે બળજબરી પૂર્વક ગુનો નોંધવા શાહપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા રવાના થતા જોઈ અમારા વરિષ્ઠ પત્રકાર શ્રી ફિરોજભાઈ ખીલજી ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ કર્મી ઓને સમજાવવા પ્રયત્ન કરેલ કે હાલ માં માત્ર દુકાનદાર પોતાની દુકાનેથી પાર્સલ સેવાઓ જ ચાલુ રાખેલ છે માટે મજૂર વર્ગ પર ખોટો ગુનો ન નોંધાય તેની તકેદારી લેવા સૂચવેલ પરંતુ પોલીસ કર્મીઓ એ તેઓના હોદ્દા અને સત્તાનો ઘમંડ રાખી વરિષ્ટ પત્રકાર સાથે અભદ્ર શબ્દો નો પ્રયોગ કરી દુર્વ્યવહાર કરેલ
અમારી ન્યૂઝ ચેનલના ગુજરાત બ્યુરો ચીફ નો હોદ્દો ધરાવતા વરિષ્ઠ પત્રકાર ફિરોજભાઈ ખીલજી જે ભારત દેશના સંવિધાનિક ચોથા થંભલી ને રેપ્રેઝન્ટ કરે છે તેવા સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સામે પોલીસે દાદાગીરી કરી અને તેઓ સામે બાથ ભીડી જણાવેલ કે તારી ઓકાત માં રહેજે નહિતર તારી ચેનલ બંધ કરાવી દઈશ
શું પત્રકાર/ રિપોર્ટર પણ પોલીસ તંત્રની આવી લુખી દાદાગીરી સહન કરવી પડશે?
ભારત દેશના ચોથા સ્તંભને પોલીસના હાથ નીચે દબાવી ને કામ કરવું પડશે?
અમારા વરિષ્ઠ પત્રકાર સાથે કરેલા દુર્વ્યવહાર કેટલા યોગ્ય છે?