હવેલી જમાલપુર ખાતે રહેતા કુશય ભાઈ વ્હોરા તેઓ પોતાના પરિવારના કુલ ચારલોકો સાથે જ્યારે સરખેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે પેટ્રોલ કારમાં આગળના ભાગે થી ધુમાળા નીકળતા તેઓએ પોતાની રેનોલ્ટ ટ્રીબર કારને સમય સુચકતા વાપરતા સાઈડ પર ઉભી રાખી પરિવાર સાથે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો જ્યારે કાર જોત જોતામાં ભળકે ભળ-ભળ બળવા લાગી હતી જ્યારે આગની જાણ થતાં પોલીસ અને ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી આગપર કાબુ મેળવ્યો હતો.